મોરબીઃ મોરબીના ત્રાજપર (ખારી) ગામે આગામી તારીખ 26 ડિસેમ્બર ને સોમવારના રોજ રામદેવ પીર મંદિરે બાર બીજનું ઉજવણું કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત 25 ડિસેમ્બરે રાત્રે 8 કલાકે રામામંડળ ભજવવામાં આવશે. જ્યારે 26 ડિસેમ્બરે સવારે 9 કલાકે વરઘોડો નીકળશે અને બપોરે 11 કલાકે રામદેવપીરના મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. જય રામાપીર રામામંડળ- ત્રાજપર (ખારી) આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.