મોરબી : નકલંક ગૌ સેવા નાટક મંડળ દ્વારા નિરાધાર ગૌ-માતાના લાભાર્થે ખરેડા ગામ ખાતે આગામી તા. 23ને ગુરૂવારે રાત્રે 9:30 કલાકે બસ સ્ટેન્ડની બાજુમાં મહાન નાટક તેમજ કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.23ના રોજ ખરેડા ગામે સત ના પારખા નામે મહાન નાટક તેમજ પેટ પકડીને હસાવતું દીકરો દયારામ કોમિક નાટક રજૂ કરવામાં આવશે. પુજ્ય ભગત બાપાની 55મી પુણ્યતિથિ નિમીત્તે આ મહાન નાટક ભજવવામાં આવશે. તો આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમસ્ત ખરેડા ગામ તેમજ નકલંક ગૌ સેવા નાટક મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.