મોરબી : મોરબીમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવા માટે દરેક વ્યક્તિમાં અદમ્ય ઉત્સાહ છે. દિવાળી પછી શરૂ થતાં નૂતન વર્ષે વર્ષોથી સાલ મુબારક પાઠવવાની પરંપરા છે. આથી મોરબીના વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા ઘરે-ઘરે જવાને બદલે એક જ સ્થળે એકત્ર થઈને સાલ મુબારકની શુભેચ્છાઓ આપવા માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ, વરિયા પ્રજાપતિ વિધોતેજક મંડળ દ્વારા તા.14ના રોજ શરૂ થતાં નવલા વર્ષની નવી પ્રભાતે સવારે 9થી11 વાગ્યા દરમિયાન સામાંકાંઠે સો-ઓરડી અંદર આવેલા વરિયા માતાજીના મંદિર ખાતે પ્રજાપતિ સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાપતિ પરિવારોના સ્નેહમિલનની સાથે પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં ચા-પાણી નાસ્તાની ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી નૂતન વર્ષે તમામ પ્રજાપતિ પરિવારોએ સમૂહમાં મળવાના સોનેરી અવસરને ઝીલી લઈને આત્મીયતાથી એકમેકને સાલ મુબારક પાઠવવા તેમજ નવા વર્ષે સમાજના તમામ લોકો હળીમળીને સમાજ ઉપયોગી હકારાત્મક કાર્યો કરવા અને આવનારા પડકારોને પહોંચી વળવા માટે સંકલ્પ લેવા સ્નેહમિલનમાં ઉમટી પડવાની વરિયા પ્રજાપતિ વિધોતેજક મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.