મોરબી : અભિલાષા ગૌ સેવા યુવક મંડળ બગથળા દ્વારા આગામી તારીખ 13 નવેમ્બર ને બુધવારે રાત્રે ૯.૩૦ કલાકે શ્રેણી વિજાનંદ નામનું ઐતિહાસિક નાટક સાથે હાસ્ય રસ થી ભરપુર કોમિક દીકરો દયારામ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના કન્યા છાત્રાલય રોડ પર સરદારનગર-1 ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના સ્થળે આ નાટક અને કોમિક ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક ભજવવા સર્વે લોકોને અભિલાષા ગૌ સેવા યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.