મોરબી : જુના ઘાંટીલાના ઉમિયા પરિવાર સોસીયલ ગ્રુપ દ્વારા આગામી તા. 25 ડિસેમ્બરના રોજ બુધવારે યદુનંદન ગૌશાળા ખાતે સ્નેહમિલન રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બગથળા - નકલંક ધામના મહંત દામજી ભગત દ્વારા આશીર્વચન આપવામાં આવશે. તેમજ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે. જેમાં ગ્રુપના પ્રમુખ દલસુખભાઈ વિડજા તેમજ ઉપપ્રમુખ અશ્વિનભાઈ વિડજા તથા ઉમેશભાઈ જાકાસણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં ઉમિયા પરિવારના સભ્યોને આમંત્રણ આપવામાં આવેલ છે.