મોરબીના ત્રાજપર ખારી વિસ્તારની ઘટના, અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રિવર્સમાં આવી રહેલી બોલેરો કારના ચાલકે વૃદ્ધને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી બોલેરો ચાલક ગાડી રેઢી મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.12ના રોજ સવારના સાતેક વાગ્યાના સુમારે ઘોઘાભાઈ સનુરા નામના વૃદ્ધ પગપાળા ત્રાજપર ખારી રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે બોલેરો વાહન નંબર જીજે- 36-ટી- 5519 નંબરના ચાલકે પુર ઝડપે રિવર્સમાં પોતાનું વાહન ચલાવી ઘોઘાભાઈને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બાદમાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી બોલેરો ચાલક ઘટના સ્થળે વાહન રેઢું મૂકી નાસી જતા મરણ જનાર ઘોધાભાઈના પુત્ર મહેશભાઇ ધોધાભાઇ સનુરાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.