મોરબી : ગોપાલ આશ્રમ ગૌશાળા જૂની કોયલીના લાભાર્થે સ્વ અજીતદાન વિસાભાઈ ગઢવીના (મહેડુ) સ્મરણાર્થે યોજાનાર સંતવાણીમાં થનાર ફંડ ફાળો પુલવામામાં શહીદી વ્હોરનારાના પરિજનોને અર્પણ કરવામાં આવશે. તા. ૧૬ ફેબ્રુઆરીને શનિવારે રાત્રે ૯ કલાકે જૂની કોયલી, તા.જી. મોરબી ખાતે આયોજિત સંતવાણીમાં ખ્યાતનામ કલાકારો ધીરુભાઈ સરવૈયા, હરેશદાન સુરું, જીતુદાન દાદ, હકાભા ગઢવી, જયમંતભાઈ દવે, ભરતદાન ગઢવી, શિવદાનભાઈ ગઢવી, બ્રિજરાજદાન ગઢવી તેમજ ઉદુબાપુ ભગત સહિતના સંતોની વાણીથી શ્રોતાઓને ભાવે ભીંજવશે. આ કાર્યક્રમમાં થનારી આવક, દાદ ચઢાવો ભારતીય સેનાના વીર શહીદ સપૂતોના પરિવારોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મોકલવામાં આવનાર છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en