મોરબી : પમ્બન બ્રિજ પર પવનની ગતિ 58 કિમી પ્રતિ કલાકની નિર્ધારિત સુરક્ષા મર્યાદાથી વધુ હોવાને કારણે, મુસાફરો અને રેલવેની સંપત્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલીક ટ્રેનોનું સંચાલન રદ કર્યું છે. વિવરણ આ મુજબ છે:રદ કરાયેલી ટ્રેનો1) તા. 28-11-2025 ની ટ્રેન સંખ્યા 16733 રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ તેજ પવનો અને પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિઓને કારણે રદ કરવામાં આવી છે.2) તા. 2-12-2025ની ટ્રેન સંખ્યા 16734 ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ રેક (Rake) ઉપલબ્ધ ન હોવાને કારણે રદ કરવામાં આવી છે.મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોની નોંધ લે અને તે મુજબ પોતાની યાત્રાનું આયોજન કરે. થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ.