રાજકોટ: મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર ટ્રેકના નવીનીકરણ (CTR) અને નવા સિમેન્ટ કોંક્રિટ એપ્રોન બનાવવાનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવ્યો હોવાથી ટ્રેન વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યો છે.રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરીના પગલે ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલને હવે દાદર સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. આ ટ્રેન દાદર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.5 એપ્રિલથી અમલી બનશે નવો ફેરફારઆ નવી વ્યવસ્થા 05 એપ્રિલ 2026 થી અમલી બનશે અને આગામી સૂચના સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દાદર સ્ટેશન પર આ ટ્રેનનો પહોંચવાનો નિર્ધારિત સમય 04:15 કલાકનો હતો, જે હવે સુધારીને 04:55 કલાકનો કરવામાં આવ્યો છે. મુસાફરોને મુસાફરી કરતા પહેલા રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી ટ્રેનની સ્થિતિ જાણી લેવા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #RailwayNews #SaurashtraMail #MumbaiCentral #Dadar #RailBlock #RajkotDivision #TrainUpdate