મોરબી : રેલવે પ્રશાસન દ્વારા ઓખા સ્ટેશન પર રેલવે ફાટક નંબર 313 ના લિમિટેડ હાઈટ સબવે પર ગર્ડર લોન્ચિંગના એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. જેમાં 5 અને 6 નવેમ્બર, 2025 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ ઓખા સ્ટેશનને બદલે દ્વારકા સ્ટેશનથી જ શરૂ થશે. આ રીતે આ ટ્રેન ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તે જ રીતે, 4 અને 5 નવેમ્બર, 2025 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસ દ્વારકા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ રીતે આ ટ્રેન દ્વારકા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. વધારે જાણકારી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકે છે.