આગામી બુધવારે પ્રથમ વખત શ્રદ્ધાંજલી કાર્યક્રમ : કલાકારોને એવોર્ડ અપાશે મોરબી : ગુજરાતી ફિલ્મ જગતના હાસ્ય સમ્રાટ ગણાતા સ્વ. રમેશ મહેતાના સ્વર્ગવાસને 10 વર્ષ પૂર્ણ થતાં સૌ પ્રથમ વખત તેઓને શ્રદ્ધાંજલિ આપવા આગામી બુધવારે મોરબીમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 'હો..હો..હો..કેટલા વર્ષના ગોરી..' ડાયલોગથી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મના કલાકાર રમેશ મહેતાના સ્વર્ગવાસને 10 વર્ષ પૂર્ણ થતાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તથા એવોર્ડ ફંકશન આગામી તા.22ને બુધવારના રોજ સાંજે 5 થી 9 કલાકે રાખેલ છે.વધુ માહિતી માટે જુનિયર રમેશ મહેતા(મયુરબાપા) મો.972661285,સરવૈયા સિદ્ધરાજસિંહ મો.9739939697 પર સંપર્ક કરવો.