મોરબી : રાજ્ય સરકાર દ્વારા કોલેજોમાં ઑફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં ઓફ્લાઈન શૈક્ષણિક કાર્ય આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રહેશે. રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન) આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેમજ દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે.