મોરબી : મોરબીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં દેશના સૌથી મોટા 10 લાખ વૃક્ષોના વનકવચનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી પધાર્યા છે. ત્યારે હેલિપેડ ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતનાએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.