લજાઈ નજીક દારૂનો જંગી જથ્થો ઝડપાયા બાદ પોલીસ તંત્ર જાગ્યું ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નજીક ગોડાઉનમાં વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયા બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને ગઈકાલે લજાઈ સીમમાં આવેલ ગોડાઉનમાં સીસીટીવી નહિ લગાડનાર શેડ માલિક રોનકભાઈ મનસુરભાઈ બગથરિયા, રહે.સજનપર વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.