મોરબી : મોરબીમાં કોરોના ટેસ્ટ માટે આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે રવિવારે વધુ 49 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી આજે લેબોરેટરીમાં એક સેમ્પલ રિજેક્ટ થયું હતું અને બાકીના તમામ 48 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ગઈકાલે રવિવારે મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં રૂટિન સ્ક્રીનીંગ માટે વધુ 49 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં કોઈ શંકાસ્પદ દર્દી ના હતા. આ સેમ્પલમાંથી આજે એક સેમ્પલ ટેક્નિકલ કારણોસર રિજેક્ટ થયું હતું. જ્યારે બાકીના 48 લોકોના સેમ્પલનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો.