મોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર માળીયા મિયાણા નજીક પાયક મીઠાના કારખાના પાસે ગઈકાલે વહેલી સવારે જીજે - 39 - ટી - 4194 નંબરના ટ્રક ચાલક રીલુપ્રધાન અરબિન્દાપ્રધાન રહે.લક્ષની, ઓરિસ્સા વાળાએ પુરપાટ ઝડપે પોતાનો ટ્રક ચલાવી આગળ જતા જીજે - 11 - ટીટી - 1211 નંબરના ટ્રકના પાછળના ભાગે અથડાવતા ટ્રક ચાલક રિલુ પ્રધાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત અંગે ટ્રક ચાલક બળવંતસિંહ ઉમેદસિંહ જાડેજા રહે.ગરમડી, તા.સાંતલપુર જી.પાટણ વાળોએ મૃતક ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.