કાલિકા હનુમાનજી મંદિરના સ્થાપના દિવસને અનુલક્ષીને મહાપ્રસાદ મોરબી : મોરબીમાં કાલિકા પ્લોટ મેઈન રોડ, રવાપર રોડ પર સ્થિત હનુમાનજી મંદિર ખાતે બજરંગદાસ બાપાની તિથિ નિમિત્તે અને કાલિકા હનુમાનજી મંદિરના સ્થાપના દિવસને અનુલક્ષીને તારીખ 24 જાન્યુઆરીને ગુરુવારે એટલે કે પોષ વદ 4 ના રોજ કાલિકા હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે મહાપ્રસાદ અને બટુકભોજનનું આયોજન કાલિકા પ્લોટ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદના મુખ્ય અતિથિઓ ગડારા જિલ્લાના ભાજપ પ્રમુખ રઘુભાઇ, મોરબી શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, આપાભાઈ કુંભરવાડીયા, પરેશભાઈ કચોરિયા, પ્રભુભાઈ ભુત અને જેઠાભાઇ મિયાત્રા છે. આ સમારંભના આયોજકો સંજય ચૌહાણ, જગદીશ રાઠોડ, અશ્વિનભાઈ મિસ્ત્રી, પ્રકાશભાઈ કંઝારીયા, મનુભાઈ કંઝારીયા, બાકુલભાઈ કુબાવત, રાહુલભાઈ પરમાર, બુધાભાઈ રાઠોડ, વજરામભાઈ ચૌહાણ, કલ્પેશ ગોહેલ, સતિષભાઈ ગઢવી, અશ્વિન બોરીચા, દિપક ટાંક, વિક્રમ બોરીચા, વિપુલ રબારી, સંદીપ વ્યાસ, રાજુભાઇ ડી.જે, પંકજ ચૌહાણ, સાગરભાઈ ડાંગર, વિક્રમભાઈ ડાંગર, યશભાઈ ડાંગર, હિતેશ ભાઈ, રાજેશભાઇ ડાભી, તરુણ, હાર્દિક, હર્ષદ, કેતન, જીગ્નેશ, કમલેશભાઈ, જોન્ટી, હકાભાઈ, રમેશભાઈ ભાનુશાળી, પ્રશાંત ડી.જે.દ્વારા આ મહાપ્રસાદ અને બટુકભોજનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. બટુકભોજનના સ્પોન્સર બાબુભાઇ ડાંગર, રાજુભાઇ ડાંગર, જગદીશ રાઠોડ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en