મોરબી : દર વર્ષે સમગ્ર દેશમાં ર૧ મે ના દિવસે આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. તે અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી તથા સબ જેલ તેમજ મોરબી, માળીયા (મી.) અને હળવદ મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા શપથ લેવાયા હતા. આતંકવાદ વિરોધી દિન નિમિત્તે તમામ સરકારી-જાહેર ક્ષેત્રની કચેરીઓમાં આતંકવાદ અને હિંસાનો પૂરી તાકાતથી વિરોધ કરવા માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તેમજ માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો અને વિઘટનકારી શક્તિઓ સામે લડવા માટે એકજુથ બનીને શપથ પણ લેવડાવવામાં આવે છે. આજ રોજ મોરબી જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશીના અધ્યક્ષસ્થાને કોન્ફરન્સ હોલમાં સોશ્યિલ ડિસટન્સના નિયમોનું પાલન કરી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ લેવાયા હતા. તેમજ મોરબીમાં પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી તથા કર્મચારીઓએ તથા સબ જેલ ખાતે પણ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવેલ હતા. વધુમાં, આજ રોજ મોરબી મામલતદાર ડી. એ. જાડેજા અને માળીયા (મી.) અને હળવદ મામલતદારના અધ્યક્ષસ્થાને કચેરી ખાતે સોશ્યિલ ડિસટન્સના નિયમોનું પાલન કરી શપથ લેવાયા હતા. મોરબી જિલ્લા કલેક્ટર કચેરી મોરબી પ્રાંત કચેરી મોરબી સબ જેલ મોરબી, માળીયા (મી.) અને હળવદ મામલતદાર કચેરી