મોરબી : મોરબીમાં પાટીદાર સમાજના ભામાશા અને અનેકવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરીને સર્વ સમાજને ઉપયોગ થનાર સ્વ.ઓ.આર.પટેલની પુણ્યતિથિએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 5222 સીરામીક ઉદ્યોગકારોએ રક્તદાન કરવા માટે રજિસ્ટ્રેશન કર્યું હતું.મોરબીમાં પાટીદાર સમાજના ભામાશા સ્વ.ઓ.આર.પટેલને તેમની સેવાંકીય પ્રવૃત્તિઓ થકી જ શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરવામાં હતું. જેમાં સ્વ. ઓ.આર.પટેલની આજે 11મી પુણ્યતિથિ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજીને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા રક્તદાન કેમ્પમાં રક્તદાન થકી તેમને શ્રદ્ધાંજલિ આપવા સીરામીક ઉદ્યોગકારો પણ આગળ આવ્યા હતા. જેમાં પ્રેરણામુર્તિ સ્વ ઓ.આર.પટેલની 11 મી પુણ્યતિથી નિમીતે મોરબીમા યોજવામા આવેલ રક્તદાન કેમ્પમા આજે સીરામીક ઉદ્યોગકારોનુ 5222 રક્તદાતાનુ રજીસ્ટ્રેશન થઈ ચુક્યુ છે અને સીરામીક ઉદ્યોગકારોએ આજે રક્તદાન કરવા માટે આગળ આવી ઘન્યતા અનુભવી છે. તેવું સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું.