હળવદ : હળવદ તાલુકાના અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ અને સગર્ભાઓને પૌષ્ટિક નાસ્તો અને ટી.એચ.આરનું વિતરણ કરવામાં આવ્યું હતું.હળવદ તાલુકાના આઇ.સી ડી.એસ વિભાગ દ્વારા ટીકર રણ વિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનો શાન્તિબેન, રેખાબેન, બિન્દુબેન, સુપરવાઇઝર લાભુબેન, સી.ડી.પી.ઓ મમતાબેન તથા મોરબી જિલ્લાના અગરીયા હિતરક્ષક મંચના કો-ઓર્ડિનેટર મારૂતસિંહ બારૈયાના સહયોગથી હળવદ તાલુકાના અગરિયાઓના બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓને નાસ્તો અને ટી.એચ.આરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ હળવદ દ્વારા તમામનું હેલ્થ ચેક કરી દવાનું વિતરણ કરાયું હતું.