માળીયા : સહી પોષણ દેશ રોશનના સંદેશને ચરિતાર્થ કરવા માળીયા તાલુકાના નાની બરાર આંગણવાડી ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. માળીયા (મી.) તાલુકાના આઈ.સી.ડી.એસ શાખા દ્વારા નાનીબરાર આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા વિકાસ અધિકારી, નિયામક ડીઆરડીએ, પ્રોગ્રામ ઓફીસર અને તાલુકા વિકાસ અધિકારીએ હાજરી આપેલ હતી. તથા તેમના દ્વારા આંગણવાડી પર પોષણ વાટિકા બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને આંગણવાડી ખાતે જીલ્લા વિકાસ અધિકારી તથા નિયામક ડીઆરડીએ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ દ્વારા પૌષ્ટિક વાનગીઓનુ નિર્દેશન કરવામા આવ્યુ હતું તેમજ ડીડીઓ મોરબી તેમજ પ્રોગ્રામ ઓફીસર દ્વારા પોષણ અંગેની માહીતી લાભાર્થીઓને આપવામા આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..