મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના સહયોગથી મોરબી સિવિલ હોસ્પિટલમાં એચ.આઈ.વી.ગ્રસ્ત સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને ન્યૂટ્રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાન માટે ન્યૂટ્રેશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા બહેનોને અંદાજીત રૂ.1500ની કિમત એક આવી 40 જેટલી કીટ આપવામાં આવેલ હતી.આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પિ.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત કરવામાં આવેલ હતી. તેમજ કાર્યક્રમમાં માર્ગદર્શન ડી.ટી.ઓ. અને એન.એન.ઝાલા તેમજ ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ હતું.કાર્યક્રમમાં બહેનો માટે જે કિટ આપવામાં આવેલ તે કીટનું અનુદાન મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આપવામાં આવેલ હતું.સિરામિક એસોશિયેશનના પ્રમુખ હરેશભાઇ બોપલીયા(wall tiles Division) અને મૂકેશભાઈ કુંડારિયા(vitrified tiles Division) હાજર રહેલ હતા.તેમના હસ્તે સગર્ભા માતાઓને ન્યૂટ્રેશન કીટ આપવામાં આવેલ હતી. તેમજ સિવિલ હોસ્પિટલમાંથી ડૉક્ટર કાંતિલાલ સરડવા (RMO) સિવિલ હોસ્પિટલ મોરબી પિયુષભાઈ જોષી (DPC) જીલ્લા ક્ષય કેન્દ્ર- મોરબીકાયૅક્રમમા ઉપસ્થિત રહ્યા હતા.