હળવદ : તાલુકામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને એલ.એસ.ગોહિલ મેમોરિયલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ટીએચઓ ડોક્ટર ચિંતન દોશીના સક્રિય પ્રયત્ન થકી 20 જેટલા ટીબીના દર્દીઓને દતક લઈ તેઓને પોષણકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પોષણ કીટમાં 10 જેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ તંત્ર સાથે સામાજિક સંસ્થાઓની ભાગીદારીથી સરકારના 'ટીબી મુક્ત ભારત અભિયાન'માં સક્રિય સહકાર થકી દર્દીઓના પોષણમાં સુધારો થયે બીમારીમાં રિકવરી તેમજ ફેલાવો અટકાવવામાં મદદ મળી રહે. આ તકે હળવદ SDH અધિક્ષક, TDO હળવદ, ફાઉન્ડેશનમાથી દીપકભાઈ, મેહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રોગ્રામને સફળ બનાવવામાં STS રાજેન્દ્રભાઇ પરમાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.