મોરબી: ગઈકાલે તારીખ 20 ઓક્ટોબરના રોજ દિવાળી તહેવાર નિમિતે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ તેમજ બાળકો માટે ન્યુટ્રીશન કીટ અને ઋતુ ગત ફળના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના સ્થાનિક દાતાઓ દ્વારા બહેનોને અંદાજીત રૂપિયા 1500 રૂપિયાની કિમતની એક એવી 50 જેટલી કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમ માટે જી.એસ.એન.પી.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોર્ડિંનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને અનમોલ ટ્રસ્ટના TI નો સ્ટાફ મદદરૂપ થયો હતો. તેમજ કાર્યક્રમમાં માર્ગદર્શન DTO એન.એન.ઝાલા તેમજ ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમજ આજના આ કાર્યક્રમમાં 1) ડૉ. વિપુલભાઇ કારોલીયા (RCHO/ADHO ) મોરબી જિલ્લા 2) ડૉ. દિશાબેન પડાલિયા (ART MO) 3)પિયુષભાઈ જોષી (DPC) ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમના દ્વારા HIV ની દવાનું મહત્વ, પૌષ્ટિક આહારનું મહત્વ, માતાના દૂધનું મહત્વ તેમજ તકવાદી ચેપ ટી.બી વિષે માહિતી આપવામાં હતી. ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.