વાંકાનેર : 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દવાની સાથે સાથે જો પ્રોટિન યુક્ત આહાર પણ મળી રહે તો તે જલ્દીથી સ્વસ્થ થઈ શકે છે. આ અભિયાનમાં ટીબીના દર્દીઓ માટે સમાજમાંથી દાતાઓ શોધી પોષણ કીટ આપવાની હોય છે. જે અંતર્ગત વાંકાનેર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર શેખરડી ખાતે સારવાર પર રહેલા ટીબી દર્દીને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માનસીબેન પાઠક દ્વારા પોષણકીટ આપવામાં આવવી હતી. આ ઉપરાંત તે દર્દીને સારવાર ચાલુ રહે ત્યાં સુધી પોષણ યુક્ત આહાર આપવા માટે દર્દીને દતક લઈ સામાજીક જવાબદારી પણ સ્વીકારી છે.