મોરબી : સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને ડો. અજાણાના માર્ગદર્શન હેઠળ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના પેશન્ટને પોષણ કીટનું વિતરણ કરવામાં આવી. રોટરી ક્લબ મોરબી પ્રમુખ અમિતભાઈ હળવદિયા અને તેની સમગ્ર ટીમ અને લાલપરના ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયાના સહયોગથી દરેક લાભાર્થીને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. ડો.રાધિકાબેન વડાવિયા એ દરેક હાઈ રિસ્કનું સ્ક્રીનીંગ પૂર્ણ થાય તે માટે સમજાવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ જોષીએ કર્યું હતું. અને પ્રોગ્રામના અંતે દિપકભાઈ વ્યાસે સર્વે મહાનુભાવો અને રોટરી ક્લબનો આભારે વ્યક્ત કર્યો હતો.