મોરબી : માળીયા (મી) આઈ સી ડી એસ ઘટક દ્વારા પોષણ પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સી ડી પી ઓ શ્રી તથા મુખ્ય સેવિકા તથા બ્લોક કોડીનેટર તથા નગરપાલિકા વિસ્તાર ના આંગણવાડી વર્કર બેનો દ્વારા ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 11 થી 18 વર્ષ ની કિશોરી ઓને તથા સગર્ભા બહેનો તથા ધાત્રી અને અન્ય લાભાર્થીએ ભાગ લીધો હતો અને આ યોજના અંતર્ગત આરોગ્ય અને પોષણ અને આંગણવાડી કેન્દ્ર માંથી મળતા લાભોની માહિતી આપવામાં આવી હતી.સાથોસાથ બહેનો દ્વારા બાળકો અને લાભાર્થી સાથે વર્કરબેનો એ ધૂળેટીની પણ ઉજવણી કરવામાં આવી હતી.પોષણ પખવાડિયા ની ઉજવણી ના ભાગરૂપે દરરોજની જુદી જુદી પ્રવૃત્તિ જેવી કે સાયકલ રેલી, કિશોરી રેલી,વાલી મિટિંગ,યુવા મિટિંગ, હાર્ટ ગુજરી બજારની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en