મોરબી : તા.17-9-2025ના રોજ આઇ.સી.ડી.એસ. મોરબી ઘટક-2ના ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ-2025 કાર્યક્રમ રામવાડી મહેન્દ્રનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર બહેનો તેમજ સગર્ભા, ધાત્રી અને કિશોરીઓએ વિવિધ પ્રકારની વાનગી બનાવીને બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, ઉપપ્રમુખ જયેશભાઇ, મોરબી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, તાલુકા વિકાસ અધિકારી ડાંગર, જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ આરતી રોહનભાઇ રાંકજા, બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા, નાગડાવાસના અગ્રણી સુખાભાઇ ડાંગર, મહેરામભાઇ, જયંતિભાઇ શેરસીયા, વીરજીભાઇ, હંશાબેન રંગપડીયા, મુખ્ય સેવિકાઓ, ગ્રામજનોએ આ 'પોષણ ઉત્સવ-2025' કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજ રોજ પોષણ માસ-2025 અંતર્ગત પોષણના સપથ લેવડાવી પોષણ માસ-2025નો શુભારંભ કરાવેલ. આ કાર્યક્રમમાં 1 થી 3 નંબર મેળવેલને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય અને ટેક હોમ રાશન(માતૃશક્તિ, બાલ શક્તિ, અને પૂર્ણા શક્તિ), મિલેટ (શ્રી અન્ન)તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યો મદદથી પૌષ્ટિક વાનગી/ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી સમગ્ર રાજ્યમાં ટેક હોમ રાશન, મિલેટ(શ્રી અન્ન)અને સરગવામાંંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જુદા-જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું('પોષણ ઉત્સવ-2025') આયોજન કરવા જણાવેલ.