ટંકારા : ગત તા. 30/01/2020 ના રોજ ટંકારા તાલુકાના હડમતીયા ગામે પોષણ અભિયાન 2020-22 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકા કમિશનર સ્તુતિ ચારણ, ટંકારા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના આગેવાનો, આરોગ્ય શાખાના કર્મચારીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, ટંકારા ICDS ઘટકના કર્મચારીઓ, સરપંચ સહિતના અગ્રણીઓ તથા ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોના અન્ન પ્રાસન વિધિ, બાળ તંદુરસ્ત હરીફાઈ અને વાનગી હરીફાઈનો આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પોષણ અભિયાન અંતર્ગત પોષણ અદાલત પણ કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ લોકો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.