કોરોનામાં સરકારને ફાળો આપતા શાળા સંચાલકો ફી માટે દબાણ કરે તે કેટલું વ્યાજબી મોરબી : કોરોના મહામારીમાં પ્રત્યક્ષ શિક્ષણ સદંતર બંધ હોવા છતાં ખાનગી શાળાઓ દ્વારા ફીના ઉઘરાણા કરવામાં આવતા આ મામલે આજે એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર 50 ટકા ફી માફી આપે તેવી માંગ દોહરાવી છે. આજે મોરબી એનએસયુઆઈ અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા અને ખાસ કરીને બાળકોમાં ચેપ ના લાગે તે માટે રાજ્યમાં આવેલ તમામ શાળા-કોલેજો લોકડાઉન પહેલાથી બંધ કરવાના આદેશ આપેલ છે. શાળા-કોલેજો બંધ કરવામાં આવી ત્યારથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઇલેક્ટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થતાં નથી. બીજી બાજુ લોકડાઉનના કારણે મધ્યમ અને નાના વર્ગના નોકરી-ધંધા-રોજગાર કરતા પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે. આવા પરિવારોને રાહત આપવા ખાનગી શાળા સંચાલકો વાલીઓ પાસેથી ફી ના ઉઘરાવે તે માટે વાલી મંડળના પ્રતિનિધિઓ કે વાલીઓના અભિપ્રાય લીધા સિવાય રાજ્ય સરકારે ખાનગી શાળા-કોલેજના સંચાલકો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં સંચાલકોની અનુકૂળતા મુજબ આગામી શૈક્ષણિક વર્ષની ફી ન વધારવાનું સ્વીકારીને ખાનગી શાળા સંચાલકોને અનુકૂળતા કરી આપવામાં આવી છે. સરકારે રચેલ ફી નિયમન સમિતિમાં મળતીયાઓને મૂકીને ખાનગી શાળાઓને લાખો રૂપિયાની ફી ઉઘરાવવાના પરવાના અગાઉથી જ આપેલ છે એટલે એક વર્ષ આવી શાળાઓ ફીમાં વધારો ન કરે તો તેને કોઈ ફેર પડવાનો નથી. એકબાજુ ખાનગી શાળા સંચાલકો દ્વારા સરકારને કોરોનામાં મદદરૂપ થવા દાન કરવામાં આવે છે અને બીજી બાજુ કોરોના મહામારીની વચ્ચે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન નિર્વાહના ફાફાં છે તેવા સમયે અમુક મોટી શાળાઓ દ્વારા હાલ એડ્વાન્સ ફી જમા કરાવવાના સંદેશાઓ પાઠવવામા આવી રહ્યા છે જે વાલીગણ માટે મુશ્કેલરૂપ છે. વધુમાં શાળા કોલેજો બંધ કરવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. આગામી સમયમાં શાળા-કોલેજો ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી એટલેકે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોરોના મહામારીમા શાળા-કોલેજો સૌથી પહેલા બંધ કરવામાં આવી હતી અને સૌથી છેલ્લે શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા કોલેજોમાં બાળકો અભ્યાસ કરવા માટે જવાના જ નથી તેવા સમય સરકારી અને ખાનગી શાળા કોલેજ સંચાલકો કોરોનાના કપરા કાળમાં ઓનલાઇન શિક્ષણના નામે નાના અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારોને લૂટે નહિ અને ધંધા રોજગાર બંધ છે તેવા સમયે ગરીબ પરિવારના બાળકોને રાહત મળી રહે તે માટે અમો માંગણી કરીએ છીએ કે 25% ફી શાળા- કોલેજો તરફથી માફ કરવામાં આવે તેમજ બાકીની 25% ફી રાજ્ય સરકાર દ્વારા એમ મળીને કુલ 50% ફી માફ થાય તેવી માંગણી ઉઠાવવામા આવી છે. આજની આ રજુઆત સમયે કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, મહેશ રાજ્યગુરૂ, દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..