મોરબી : મોરબી જિલ્લા NSUI દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા નો પગરખાકાંડના પીડિતની મુલાકાત નહિ લ્યે તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવતા NSUIના પ્રમુખને પોલીસે નજરકેદ કર્યાનું જાણવા મળ્યું છે.NSUIની યાદીમાં જણાવાયુ છે કે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાનો મોરબીના કાર્યક્રમ બાબત એ NSUI જે કોલ આપેલો હતો. તેને પગલે બપોરથી સાંજના ૬ વાગ્યા સુધી મોરબી બી-ડિવિઝન પોલીસે NSUI મોરબી જીલ્લા પ્રમુખને નજર કેદ કર્યા હતા. સાંસદ દ્વારા આ કૉલને ધ્યાનમાં રાખીને અને અનુસૂચિત જાતિના પીડીત તથા પીડીત પરીવારની મુલાકાત ન લેવાના સંદેહ થી પોતાના કાર્યકમમાં ગેરહાજર રહ્યા હતા.