અમદાવાદની કો-ઓપરેટિવ સોસાયટીની માન્યતા પ્રાપ્ત કારબાઈડ ફ્રી કેસર કેરી ઘરે બેઠા મેળવી શકાશે : મોરબી માટે ફ્રેન્ચાઇઝી પણ અપાશે મોરબી : ફળો ની મહારાણી ગણાતી કેસર કેરીનું પિયર એટલે ગીર, હાલમાં કેસર કેરીની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે ઓણસાલ મોરબીના સ્વાદના શોખીનોને ઘેર બેઠા ધાવા ગીરના માધવાબાગની પ્રખ્યાત ઓર્ગેનિક રાજવી બ્રાન્ડ પ્રીમિયમ કેરી ખાવા મળશે, આ માટે મોરબીમાં ફ્રેન્ચાઇઝી પણ આપવામાં આવનાર છે. તાલાલા ગીરના ધાવા ગામે આવેલ માધવબાગની રાજવી બ્રાન્ડ પ્રીમિયમ ઓર્ગેનિક કેરી અમદાવાદ, સુરત, વડોદરા જ નહીં બલ્કે મુંબઈ મહારાષ્ટ્ર સુધી કેસર કેરીના સ્વાદ શોખીનોમાં મનપસંદ બની છે ત્યારે માધવબાગના ઓનર નિલેશભાઈ પટેલ દ્વારા આ વર્ષે મોરબીના સ્વાદ રસિયાઓને રાજવી ઓર્ગેનિક કેસર કેરી ખવડાવવા આયોજન ગોઠવી માધવબાગ ફાર્મથી સીધી જ મોરબીમાં કેરી મળે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. નિલેશભાઈ પટેલ ઉમેરે છે કે તેમના માધવબાગ ફાર્મમાં 20થી 25 વર્ષ જુના આંબા આવેલા છે અને સંપૂર્ણ કેમિકલ ફ્રી ફાર્મ હાઉસમાં ઓછા પાણીથી આંબાની માવજત કરાતી હોય માધવબાગની કેરી કુદરતી મીઠાશથી ભરપૂર હોય છે, ખાસ કરીને હાલમાં બજારમાં મળતી કેરી કારબાઈડથી જ પકાવાતી હોવા છતાં ઓર્ગેનિક હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ રાજવી બ્રાન્ડ પ્રીમિયમ કેરી સંપૂર્ણ પણે નૈસર્ગીક વાતાવરણમાં પકાવાતી હોય શુદ્ધતા અને કેમિકલ ફ્રી હોવાની ખાતરી આપવામાં આવે છે. હાલમાં મોરબીના સ્વાદ શોખીનો માટે રાજવી બ્રાન્ડ પ્રીમિયમ ઓર્ગેનિક કેસર કેરી ઘરે બેઠા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ટુક સમયમાં મોરબીમાં રાજવી ઓર્ગેનિક કેસર કેરીની ફ્રેન્ચાઇઝી પણ આપવામાં આવશે તેમ ઉમેરી ફ્રેન્ચાઇઝી લેવા ઇચ્છતા લોકો મોબાઈલ નંબર 9924902228 ઉપર સંપર્ક કરી શકશે તેમ અંતમાં જણાવ્યું છે.