આંખોની તમામ પ્રકારની બીમારી માટે અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા ઝડપી, સચોટ અને સલામત સારવાર : ૧૯૮૭થી સૌરાષ્ટ્રભરના લોકોનો વિશ્વાસ જીતતી આવેલી ડો. વસંત સાપોવડિયાની હોસ્પિટલ રાજકોટ, જામનગર બાદ હવે મોરબીમાં પણ શરૂમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે આંખની વર્લ્ડકલાસ સારવાર ઘરઆંગણે મળવાની છે. કારણકે મોરબીમાં નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલનો પ્રારંભ થયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ રાજયમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કાવડીયા તથા ડૉ. વસંત સાપોવડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ હોસ્પિટલને ખુલ્લી મુકવામાં આવી છે. આ હોસ્પિટલ શરૂ થતાં હવે મોરબીના લોકોને આંખોની તમામ પ્રકારની બીમારી માટે અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા ઝડપી, સચોટ અને સલામત સારવાર માટે દૂર નહિ જવું પડે.ડૉ. વસંત સાપોવડિયાની નેત્રદીપ હોસ્પિટલ ૧૯૮૭માં ઉપલેટા જેવા નાના શહેરમાં સ્થાપિત થઈ. ત્યાર બાદ ડૉ. વસંત સાપોવડિયાએ તેમાં પણ ફેકો મશીન દ્વારા મોતિયાના ઓપરેશનમાં ટાંકા રહિતનું પીડા રહિત ઓપરેશનની શરૂઆત ૧૯૯૫થી કરી. જે દર્દીઓ માટે આશીર્વાદ સમાન હતી. ઉપલેટા જેવા નાના શહેરમાં તેઓએ આંખના નંબર ઉતારવાની શરૂઆત કરી અને તેમાં તેઓએ સમગ્ર ગુજરાતમાં નામના મેળવી. ત્યારબાદ પણ આંખોની સારવાર માટે નવી ટેકનોલોજી અપનાવવાનો તેમનો અવિરત પ્રયાસનો દોર ચાલુ જ રહ્યો અને તેના પરિણામે ઉપલેટા શહેરમાં સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ આંખના નંબર ઉતારવાનું લેસર મશીન ૧૯૯૭માં લાવ્યા જેના દ્વારા લોકોને ચશ્માં તથા લેન્સથી છૂટકારો અપાવવાનો સિલસિલો શરૂ કર્યો. જેમાં દર્દીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળતા અને લોકોની વધુ સારી સુવિધા અર્થે પોતાની હોસ્પિટલને રાજકોટ જેવા મોટા શહેરમાં ૧૯૯૯માં સ્થળાંતર કરી વધુને વધુ લોકોને પોતાના અનુભવ અને અદ્યતન ટેકનોલોજીનો લાભ આપ્યો. આટલી અવિરત સિદ્ધિઓ મેળવ્યા બાદ પણ તેમની અદ્યતન ટેકનોલોજી લાવવાની લગન તથા કોશિશ તેજ ગતિથી આગળ વધતી રહી અને તેના દર્દીઓને નવી ટેક્નોલોજીમાં SMILE, FEMTO તથા CONTOURA VISION LASIK જેવી નવી નવી નંબર ઉતારવાની સારવારની શરૂઆત થતી જ રહી. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પોતાની હોસ્પિટલની ૩ નવી શાખાઓની સ્થાપના કરી.સૌરાષ્ટ્રના પ્રથમ ડૉ. વસંત સાપોવડિયા દ્વારા મોતિયાની રોબોટિક કોમ્પ્યુટરાઇઝડ મશીન દ્વારા સર્જરીની ૨૦૧૬માં શરૂઆત કરવામાં આવી. જે મોતિયાના ઓપરેશનમાં એક ખૂબ મોટી સિદ્ધિ હતી. આટલી મોટી સિદ્ધિ મેળવ્યા બાદ પણ તેમનું એક વિઝન હતું કે ગુજરાત રાજયની સૌથી વિશાળ તથા અદ્યતન એવી આંખોમાં તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થાય તેવી એક સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલની સ્થાપના કરવી. જે વિઝન તેઓએ ઓક્ટો. ૨૦૧૯ માં સાકાર કર્યું અને રાજકોટના હાર્દ સમા એવા ૧૫૦ ફુટ રિંગ રોડ, અયોધ્યા ચોક ઉપર ૩૦,૦૦૦ સ્કે. ફુટ માં પથરાયેલ વિશાળ એવી નેત્રદીપ આઈ હોસ્પિટલને સ્થળાંતર કરવામાં આવી. કે જ્યાં પોતાના પરિવારજનો કે જે દરેક આંખોના સુપર સ્પેશિયાલિસ્ટ છે તેઓની મદદથી જ આંખોને લગતી તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે.બાદમાં તેઓએ દક્ષિણ ભારતની નામાંકિત એવી મેક્સિવિઝન આંખની હોસ્પિટલ કે જેની ભારતના ૬ થી વધુ રાજયોમાં ૪૫ થી વધુ આંખની હોસ્પિટલ આવેલી છે આવી નામાંકિત મેકિસવિઝન આંખની હોસ્પિટલ સાથે જૂન ૨૦૨૨ માં પોતાની પ્રેક્ટિસમાં ભાગીદારી આપીને કરાર કર્યા સૌરાષ્ટ્રના તમામ નામાંકિત શહેરોમાં નેત્રદીપ મેક્સિવિઝનની નવી નવી શાખાઓનો શુભારંભ કરીને ત્યાંના લોકોને પોતાની સેવાઓ તથા અદ્યતન ટેકનોલોજીનો લાભ વ્યાજબી કિંમતે મળવો જોઈએ.મેક્સિવિઝન આંખની હોસ્પિટલ કે જેના ચેરમેન ડૉ. જી.એસ.કે વેલુ જેઓ અનેક પુરસ્કારો મેળવી ચુક્યા છે. હાલમાં ડૉ. વસંત સાપોવડિયાના નવી શાખાઓ ખોલવાના વિઝન હેઠળ સૌરાષ્ટ્રના જામનગર શહેરમાં જુલાઇ ૨૦૨૩ માં પોતાની પ્રથમ શાખાનો શુભારંભ કર્યા બાદ મોરબીમાં પણ વર્લ્ડકલાસ ટેકનોલોજીથી સુસજજ પોતાની દ્વિતીય શાખાના સોપાનનો શુભારંભ કર્યો છે.રાજકોટની અગ્રગણ્ય નેત્રદીપ આઈ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. વસંત સાપોવડિયા દ્વારા જણાવાયું કે ભૂજ, ઉપલેટા, પોરબંદર અને જૂનાગઢ જેવા મોટા શહેરોમાં પણ આ હોસ્પિટલના વિસ્તરણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સહરિૐ -૧, સરદાર બાગ સામે,પુજારા ટેલિકોમની ઉપર,શનાળા રોડ, મોરબીમો.નં. 80061 87000