વાંકાનેર શહેર અને તાલુકા ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસો. દ્વારા પડતર પ્રશ્ને મામલતદારને આવેદન આપ્યું, ગાંધી જયંતિએ હડતાલ પર જવાની ચીમકી વાંકાનેર : સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓએ અલગ અલગ માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. અનેક સરકારી કર્મીઓ હડતાલ ઉપર છે. તેમજ બીજા અન્ય કર્મચારીઓ હડતાલની ચીમકી આપી છે. ત્યારે ગરીબો માટે જાહેર અન્ન વિતરણ વ્યવસ્થા માટે મહત્વના ગણાતા સસ્તા અનાજના દુકાનદારોએ પણ હડતાલ ઉપર જવાની ચીમકી આપી છે. વાંકાનેરના સસ્તા અનાજના દુકાનદારોએ પડતર પ્રશ્ને મામલતદારને આવેદન આપ્યું છે. વાંકાનેર શહેર અને તાલુકા ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસો. દ્વારા ઘણા સમયની પડતર માંગણીઓ બાબતે મામલતદારને આવેદન આપ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના સસ્તા અનાજના દુકાનદારોની ઘણા સમયથી માગણીઓ તેમજ રજુઆતો બાબતે ગુજરાત સરકાર ઉદાસીન વલણ દાખવતા હોઈ આથી સસ્તા અનાજના દુકાનદારોએ તા. ૨/૧૦/૨૦૨૨ ૫ રોજથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના ભાગરૂપે તા. ૨ ઓકટોબરના રોજથી રાજયની વ્યાજબી ભાવની દુકાનો ઉપર વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું તેવી ચીમકી આપી છે. જેથી વિતરણ વ્યવસ્થા બાબતની તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે.રજુઆતોની ગંભીરતા ધ્યાને લઈ સરકારમાં રજૂઆત કરવાની માંગ કરી છે.