જૂની નગરપાલિકા કચેરી ખાતે હવેથી આ કામગીરી બંધ રહેશેમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા સોમવારથી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની સુવિધા પૂર્વ ઝોનની ઓફિસ ખાતે સ્થળાંતર કરવાનું નક્કી કરવામાં આવેલ છે.આ સ્થળે પ્રથમ માળે સીટી સિવિક સેન્ટર રેનબસેરા રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે આ સુવિધા ઓફિસના સામાન્ય કામકાજના કલાકોમાં મળશે. હવેથી જૂની નગરપાલિકા કચેરીએ આ કામગીરી બંધ રહેશે.સીટી સિવિક સેન્ટર મોરબીમાં વેઈટીંગ એરીઆ, પાણી નું ફુલર વગેરે સારી સુવિધાઓ નો જાહેર જનતા ને લાભ મળે અને આ સિવાય ત્યાં ઉપલબ્ધ અલગ-અલગ સેવાઓ જેમકે મિલકત વેરા ભરણું, વ્યવસાય વેરા ભરણું, કોમ્યુનીટી હોલ બુકિંગ, ગુમાસ્તાધારા નોંધણી,લારી ફેરિયા અંગેના લાયસન્સ,કર વિભાગની અરજીની સ્વીકૃતિ, ફાયર(NOC) અરજી જેવી સેવાઓ ONE-STOP SOLUTION તરીકે મળી શકે તેવા ઉમદા હેતુથી આ પગલું લેવામાં આવી રહ્યું છે તેમ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.