રાજ્યના મુખ્યમંત્રીને ટંકારાના સામાજિક કાર્યકરની રજુઆત મોરબી : મોરબી - રાજકોટને જોડતો માર્ગ ફોરલેન બની જવા છતાં હજુ સુધી સતાવાર રીતે આ ફોરલેન રોડનું લોકાર્પણ થયું ન હોય ટંકારાના સામાજિક કાર્યકર દ્વારા લોકાર્પણ તેમજ અન્ય સુવિધાઓને લઈ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યમંત્રીને મુદ્દાસર રજુઆત કરવામાં આવી છે. જો કે, મહત્વની વાત એ છે કે લોકાર્પણ પૂર્વે જ રાજકોટ મોરબી હાઇવે અનેક જગ્યાએ તૂટી જવા પામ્યો છે. ટંકારાના સામાજિક આગેવાન હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજયમંત્રી બ્રિજેશ મેરજા અને સાંસદ સહિતનાઓને લેખિત પત્ર પાઠવી સવાલ ઉઠાવ્યો છે કે, આખરે મોરબી રાજકોટ ફોરલેન રોડનું લોકાર્પણ કયારે થશે? મોરબી – રાજકોટ ફોરલેન – રોડની મુદત પુરી થઈ ગઈ છે જેથી વહેલી તકે લોકાર્પણ થાય તે જરૂરી છે. વધુમાં નવલખી ફાટક પાસે જતા રેલ્વે ઓવરબ્રીજની કામગીરી પણ વહેલી તકે પુર્ણ થાય તે જરૂરી છે, અકસ્માતો નિવારવા માટે જરૂરી છે ઓવર બ્રીજનાં કામની મુદત પણ પુરી થઈ ગઈ છે. જેથી રોડને લગતી બાકી રહેતી કામગીરી વહેલી તકે પુર્ણ કરવી. આ રોડ ઉપર થતાં અકસ્માતો નિવારવા માટે જરૂરી કાર્યો થાય તે પણ જરૂરી છે. ભગડા મામા – શનાળા રાજપર ચોકડી – સર્કલ નાનું – નાનું સર્કલ બનાવવું, લજાઈ – ચોકડી – નાનું સર્કલ ત્રણ રસ્તા પાસે બનાવવું, રોડ ઉપર રાત્રે દેખાય તે રીતે રેડીયમનાં રીફ્લેટર મુકવાં આખા રોડ ઉપર જયાં જરૂરી હોય અને અકસ્માતો વધુ થતાં હોય ત્યા મુકવાં માંગ કરી લજાઈ - વીરપર અંડરપાસના સર્વિસ રોડ વહેલી તકે બનાવવા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ અંતમાં માંગણી ઉઠાવી છે.