જ્યાં સુધી કામ શરૂ કરવામાં નહિ આવે ત્યાં સુધી રોડ ઉપરથી ઉભા નહિ થવાનો સ્થાનિકોનો નિર્ધારમોરબી : મોરબીમાં પાયાના પ્રશ્નોને લઈને હજુ જનઆંદોલનો યથાવત રહ્યા છે. આજે સવારે રવાપર ગામના લોકોએ વિવિધ પ્રશ્નોને લઈને ચક્કાજામ કર્યો છે. જ્યાં સુધી મહાપાલિકા કામ શરૂ નહીં કરે ત્યાં સુધી રોડ ઉપરથી ન હટવાનો સ્થાનિકોએ નીર્ધાર કર્યો છે. મોરબીમાં કન્યા છાત્રાલય રોડ, લાતી પ્લોટ અને પંચાસર રોડના સ્થાનિકોએ ચક્કાજામ કર્યા બાદ આજે સવારે રવાપર ગામના લોકોએ ચક્કાજામ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં રોડ જાણે છે જ નહીં એવી સ્થિતિ છે. ચોમાસામાં કાયમ પાણીનો ભરાવો રહે છે. સ્વચ્છતા પણ કોઈ જાતની અહીં નથી. સ્થાનિકોને આના લીધે ભારે હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ અહીં આવે છે. જેથી હવે જ્યાં સુધી મહાપાલિકા રોડના કામ શરૂ નહીં કરે ત્યાં સુધી આ ચક્કાજામ યથાવત રહેશે.