મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત : રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ જેમને અનાજ ન મળતું હોય તેવા APL-1 કાર્ડધારકોને પણ હવે અનાજ મળશે : વિતરણની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે મોરબી : પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-19 ની લોકડાઉનની સ્થિતીમાં રાજ્યમાં સૌને પૂરતું અનાજ મળી રહે તેવા ઉદાત્ત ભાવ સાથે દેશભરના રાજ્યોમાં પહેલ કરીને ગુજરાતે અનેક નિર્ણયો કર્યો છે. રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો APL-1ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ૬૦ લાખથી વધુ APL-1 કાર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને કુટુંબ દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. આના પરિણામે મધ્યમ વર્ગના પરિવારોને આ નિર્ણય ને પરિણામે મોટી રાહત થશે અને વર્તમાન લોકડાઉનની સ્થિતીમાં સરળતાથી અનાજ મળશે. જોકે આ કાર્ડ ધારકોને અનાજ વિતરણની તરીખોની જાહેરાત હવે થશે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં અંત્યોદય અને PHH એવા ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે ત્યાર બાદ ૩.૪૦ લાખ થી વધુ એવા કાર્ડધારકો જેઓને NFSA અંતર્ગત માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા તેવા પરિવારોને પણ ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહિ, રાજ્યમાં અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો જે રેશનકાર્ડ ધરાવતા નથી તેમને પણ અન્નબ્રહ્મ યોજના અન્વયે પ્રવર્તમાન સ્થિતીમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. મધ્યમ વર્ગ ના APL-1 કાર્ડધારકોને પણ આવું અનાજ વિનામૂલ્યે પ્રવર્તમાન પરિસ્થિતીમાં આપવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળે કર્યો છે. સાથે સરકારે અપીલ કરી છે જેને જરૂરિયાત હોય તેવા લોકો જ આ વિતરણનો લાભ લે. તેમજ અનાજ વિતરણની તારીખો હવે જાહેર કરવામાં આવશે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/