પાર્લર સંચાલક તેમજ દેશી દારૂના સપ્લાયર વિરુદ્ધ ગુન્હો નોંધાયોવાંકાનેર : સામાન્ય રીતે દેશી દારૂ કોથળીમાં પેકિંગ કરી વેચાતો હોય છે પરંતુ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામે આધુનિક રીતે બોટલમાં પેકિંગ કરી દેશી દારૂ પાર્લરમાં વેચાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી પોલીસે 12 બોટલ દારૂ સાથે એક શખ્સને પકડી પાડી દેશી દારૂ સપ્લાયરનું નામ ખોલાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરની ઢુંવા ચોકડીએ આવેલ રાજશક્તિ પાર્લરમાં દેશી દારૂ વેચાતો હોવાની બાતમી મળતા પંચને સાથે રાખી પાર્લરમાં દરોડો પાડતા આરોપી યુવરાજસિંજ દિગ્વિજયસિંહ સરવૈયા રહે.ભાયાતી જાંબુડિયા વાળાના કબ્જામાંથી દેશી દારૂ ભરેલી 750 મીલીની 12 બોટલ મળી આવતા 1800 રૂપિયાનો દેશી દારૂ કબ્જે કરાયો હતો. આરોપીઓની પૂછતાછમાં આ દેશી દારૂ ભાયાતી જાંબુડિયા ગામના મહાવીરસિંહ ઘનુભા ગનુભા ઝાલા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.