મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતીના પાકમાં દવાના છંટકાવનું નિદર્શન કરાયું મોરબી : કૃષિ વૈજ્ઞાનિકોની મદદથી દિવસને દિવસે ખેતી વધુને વધુ આધુનિક બની રહી છે. ત્યારે ડ્રોનની મદદથી ખેતીના પાકમાં દવા છંટકાવનો આવિષ્કાર કરવામાં આવ્યો છે અને મોરબી તાલુકામાં સફળ રીતે ડ્રોનથી ખેતીના પાકમાં દવાના છંટકાવનું નિદર્શન કરાયું હતું. આ નિર્દેશનનો મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો. આધુનિક ખેતીના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે આજે ગરુંડા કંપની ચેન્નઈ દ્વારા ડ્રોનથી ખેતી પાકમાં દવાનો છટકાવ કઈ રીતે કરી શકાય તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી અને વાંકાનેર તાલુકાના ખેડૂતોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ડ્રોનથી ખેતી પાકમાં દવાનો છટકાવના સફળ પ્રયોગનું સંચાલન આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર જીવાણી તથા ડી.એ સરડવાએ કર્યું હતું. તેમજ હેતલબેન મણવાર અને કેન્દ્રના અધિકારીઓએ આ કાર્યક્રમ સફળ બનાવવા સહભાગી થયા હતા. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ હવે આધુનિક રીતે ખેતીના પાકમાં દવા છટકાવનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ખેડૂતોને પોતાની ખેતીમાં વિશાળ પાકમાં દવા છટકાવ કરવામાં તકલીફ સહન કરવી પડે છે અને એમાં ખાસ્સી મહેનત પણ થાય છે. તેમજ દવા છટકાવ કરતી વખતે ઝેરી અસર થવાની પણ મોટી ભીતિ રહે છે. આ બધી કડાકૂટમાંથી ખેડૂતોને હવે છુટકારો મળશે. જેમાં ડ્રોનમાં પાક પ્રમાણે જ દવાનો પર્યાપ્ત જથ્થો રાખવામાં આવે છે અને પછી ડ્રોનથી આખા ખેતીના પાકમાં પૂરતી રીતે દવાનો છટકાવ થઈ જાય છે. આ અંગેનું સફળતાપૂર્વક નિદર્શન કરવામાં આવ્યું હતું અને વધુને વધુ ખેડૂતો આ ડ્રોનનો ઉપયોગ કરે તેવી આશા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..