તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર વિનામૂલ્યે વેકસીનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત મોરબી : રાજ્ય સરકાર દ્વારા અગાઉ 10 જિલ્લામાં જ 18 થી 44 વર્ષની વય જૂથના નાગરિકોને વિનામૂલ્યે કોરોના વેકસીન શરૂ કરાયા બાદ આવતીકાલથી મોરબી સહિત રાજ્યના તમામ જિલ્લામાં કોરોના વેકસીનેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. જેથી મોરબીના યુવાવર્ગને હવે રાજકોટના ધક્કા નહિ ખાવા પડે. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાના જણાવ્યા મુજબ આવતીકાલે તા.4 થી મોરબી જિલ્લામાં 18 થી 44 વર્ષના યુવાવર્ગને કોવિશિલ્ડ કોરોના વેકસીન આપવાની શુભ શરૂઆત કરવામાં આવશે. જેમાં કુલ 15 સ્થળો ઉપરથી વેકસીન મૂકી આપવામાં આવશે. મોરબી જિલ્લાના 18 થી 44 વર્ષના વયજુથ માટે કોરોના વેકસીન તદન વિના મુલ્યે આપવામાં આવશે. આ માટે લાભાર્થીએ CO-WIN પોર્ટલ ઉપર ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવી ફરજીયાત છે. રજીસ્ટ્રેશન બાદ વેકસીન લઇ શકાશે. રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાના 18 થી 44 વર્ષની વય જૂથ ધરાવતા લોકોને જીલ્લામાં કુલ 15 સ્થળો ઉપરથી વેકસીન આપવામાં આવશે. જેમાં જીલ્લાના કુલ ૧૫ સ્થળો ઉપર વેકસીન આપવામાં આવશે. જેમાં મોરબી તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાલપર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામુહીક આરોગ્ય કેન્દ્ર જેતપર, સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી. લીલાપર અર્બન હેલ્થ સેન્ટર પરસોતમ ચોક ખાતે મુકવામાં આવશે. જ્યારે ટંકારા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સાવડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ, માળીયા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, વાંકાનેર તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઢુંવા સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકનેર, હળવદ તાલુકામા-સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માથક મળી મોરબી જીલ્લામાં 15 સ્થળે વેકસીનેશન કરવામાં આવશે. જેથી મોરબી જિલ્લાના 18 થી 44 વર્ષના તમામ લાભાર્થીઓને કોરોના રસીકરણનો લાભ લેવા મોરબી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે.એમ.કતીરા, જીલ્લા આરસીએચ અધિકારી ડો.અંજુબેન પરમારે અનુરોધ કર્યો છે.