સોમવારે લાલ રંગ, મંગળવારે સફેદ રંગ, બુધવારે લીલો રંગ, ગુરૂવારે પીળો રંગ, શુક્રવારે બ્લૂ રંગ, શનિવારે કેસરી રંગ અને રવિવારે રાષ્ટ્રધ્વજ આધારિત ત્રિરંગી લાઇટિંગ કરાશેમોરબી : મોરબીની ઓળખ એવા નહેરૂ ગેટમાં મહાપાલિકા દ્વારા લાઇટિંગની વ્યવસ્થા કરી છે. જેથી હવે આખું અઠવાડિયુ દરરોજ નહેરૂગેટ અલગ અલગ કલરના લાઇટિંગથી ઝળહળતો જોવા મળશે.મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની શાન ગણાતા નેહરૂ ગેટનું દરરોજ નયનરમ્ય લાઈટો વડે ભવ્ય રીતે સુશોભન કરવામાં આવ્યું છે. શહેરની સૌંદર્યતામાં વધારો કરવા માટે મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિક શાખા દ્વારા હાલમાં લાઈટ શેડ્યુલમાં નવું આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. હવે દરરોજ નેહરુ ગેટને અલગ-અલગ રંગોની લાઈટોથી સજાવવામાં આવે છે. જેમાં સોમવારે લાલ રંગ, મંગળવારે સફેદ રંગ, બુધવારે લીલો રંગ, ગુરુવાએ પીળો રંગ, શુક્રવારે બ્લૂ રંગ, શનિવારે કેસરી રંગ અને રવિવારે રાષ્ટ્રધ્વજ આધારિત ત્રિરંગી લાઈટ શો થશે. આ નવી પહેલ મોરબીના નેહરુ ગેટને વધુ આકર્ષક અને જોવા લાયક સ્થળ બનાવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.