ઝૂલતાપૂલની દુર્ઘટનામાં બાળકો ભોગ બન્યા એ સૌથી મોટી કરુણતા : ઇસુદાન ગઢવી આમ આદમીના કાર્યકરો પણ બચાવ કાર્યમાં જોડાઈને વધુ લોકોના જીવ બચે તેવા પ્રયાસો ચાલુ છે :ગોપાલ ઇટાલીયા મોરબી : મોરબીની ઝૂલતાપૂલની દુર્ઘટનાને પગલે આમ અમદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી મોરબી આવી પહોંચ્યા હતા અને તેઓએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી બાળકો સૌથી વધુ ભોગ બન્યા તે ગંભીર બાબતને ઉડા દુઃખ અને આઘાત સાથે સૌથી મોટી કરુણતા ગણાવી હતી. સાથો સાથ અત્યારે રાજકારણ નહિ પણ માનવ જિંદગી બચે તે મહત્વનું હોવાનું ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું. ઝૂલતા પુલ દુર્ઘટના અંગે 'આપ' નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા આવ્યા હોય ત્યારે તેમની સાથે મોતનું તાંડવ ખેલતા આ ઘટના સૌથી મોટી આઘાતજનક છે અને આ ઘટનામાં સૌથી વધુ બાળકો ભોગ બન્યા તે બાબત તો શબ્દોમાં પણ ન વર્ણવી શકાય એટલી કરુંણ છે અને હાલના તબબકે હોસ્પિટલમાં સારવારમાં છે તે લોકો ઝડપથી સજા થઈ જાય અને જે લોકોના પરિવારજનો મોતને ભેટ્યા છે તેને આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. મોરબીની આ ઘટનાને સમગ્ર ગુજરાતમાં બ્લેક સન્ડે રૂપમાં ગણાવી હતી અને રાહત અને બચાવ કાર્યમાં અમારી ટીમ પણ જોડાય છે. 'આપ'ના નેતા ગોપાલ ઇટાલિયા પણ મોરબી આવી પહોંચી ઘટનાસ્થળની મુલાકાત લઈને આ ઘટના અને ઉડા આઘાતની લાગણી વ્યક્ત કરી છે. તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે અમે રાજકારણ માટે આવ્યા નથી. હાલ તો બચાવ કાર્યમાં અમે મદદરૂપ થવા આવ્યા છીએ અને હાલ તો ટીકા ટિપ્પણી અને રાજકારણ વચ્ચે લાવવાનો કોઈ અર્થ નથી. જે લોકો ઘાયલ છે તે બચી જાય અને ડુંબેલા લોકો પણ બચી જાય એ જ અમારી પ્રાથમિકતા છે અને આ દિશામાં અમે બચાવ કાર્યમાં જોડાયા છીએ.