PGVCL દ્વારા રાજકોટની કોર્પોરેટ ઓફિસ ખાતે 12 જિલ્લાને આવરી લેતું ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્ર 24×7 સેવા સાથે કાર્યરત કરાયું મોરબી : રાજ્યની નવી સરકારના ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની સૂચના અન્વયે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમગ્ર 12 જિલ્લાઓને આવરી લેતું ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમાં 48 જુનિયર અસિસ્ટન્ટ, 16 જુનિયર ક્લાર્ક, 1 નાયબ કાર્યપાલક ઇજનેર તથા 1 કાર્યપાલક ઇજનેરને ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્રની કામગીરી સોંપવામાં આવેલ છે. 24×7 ત્રણ શિફ્ટમાં જિલ્લાવાર ગ્રાહકોની ફરિયાદ નોંધી સંબંધિત પેટા વિભાગ વિભાગના ફોલ્ટ સેન્ટરને જાણ કરી કામ પૂર્ણ થયો રજૂઆતકર્તા સાથે કન્ફોર્મ કરી ફિડબેક મેળવી ફરિયાદ પૂર્ણ કરવાની કાર્યપદ્ધતિ અપનાવવામાં આવેલ છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટરથી ધીમંતકુમાર વ્યાસ IAS દ્વારા ગ્રાહકોને તેમની મુશ્કેલી બાબતે ઉપરોક્ત વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવેલ છે. આ સાથે પીજીવીસીએલ દ્વારા વિજ ગ્રાહકોને વધુ સારી અને કાર્યક્ષમ સેવા પૂરી પાડી શકાય તે માટે ફરિયાદ કરવા માટેના ટોલ ફ્રી નંબર, વોટ્સએપ નંબર, જિલ્લા મુજબ નંબર તેમજ અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે. પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા વિજ ગ્રાહકોની ફરિયાદની નોંધણી અને તેના નિવારણની વ્યવસ્થા માટે મધ્યસ્થ ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્ર (Customer Care Center) રાજકોટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. વીજ ગ્રાહકોને વધુ સારી અને કાર્યક્ષમ સેવા પૂરી પાડી શકાય તે માટે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા વિજ કંપનીના કર્મચારીઓની નિમણૂક કરી આ સેવા હવેથી શરૂ કરેલ છે. ગ્રાહકોને ટોલ ફ્રી નંબર 19122 તથા 1800 233 155333 અને વોટસ એપ નંબર 95120 19122 પર ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત, મોરબી જિલ્લામાં ફરિયાદ નોંધાવવા માટે મોબાઈલ નંબર 63573 63602 પર સંપર્ક કરી શકાશે. જરૂર જણાયે કસ્ટમર કેર સેન્ટરના કાર્યપાલક ઇજનેર એમ. જે. લાલકિયાના નંબર 99252 09090 પર સંપર્ક કરી શકાશે. વધુમાં સ્થાનિક પેટા વિભાગીય કચેરીના ફરિયાદ વિભાગના મોબાઈલ નંબર, ટેલિફોન નંબર તેમજ કચેરીના જુનિયર ઇજનેર અને નાયબ ઈજનેરના નંબર વેબસાઈટ www.pgvcl.com પર ઉપલબ્ધ છે. મધ્યસ્થ ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્રમાં નોંધાયેલ ફરિયાદો જે તે જીલ્લાની પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટરમાં પાઠવવામાં આવશે અને તે અંગેની ત્વરીત કાર્યવાહી માટે મોરબીમાં વી. એલ. ડોબરીયા (મો. 99252 09959) તથા પી. પી. બાવરવા (મો. 99252 09191)ની નિમણૂક કરવામાં આવેલ છે.