હવે દર અઠવાડિયે બે દિવસ મોરબીમાં રહીશ, અસામાજિક તત્વો ચેતી જાય : કાંતિલાલ અમૃતિયામંત્રીએ ઉમા ટાઉનશીપ ખાતે ઉમિયા માતાના મંદિરે મહાઆરતીમાં હાજરી આપી, મોટી સંખ્યામાં લોકો જોડાયા : કાંતિલાલની જન આશીર્વાદ રેલી શહેરમાં ફર્યા બાદ બાપાસીતારામ ચોકમાં યોજાશે જાહેર સભામોરબી : મંત્રી કાંતિલાલ અમૃતિયા કેન્સરની સારવાર બાદ પ્રથમ વખત મોરબી આવ્યા છે. મોરબી આવીને તેઓ સીધા ટાઉનશીપ ખાતે આવેલા ઉમિયા મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાઆરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આરતી બાદ લોકોનું સંબોધન કરતા કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે જીવનમાં ગમે તેવી આફત આવે તેનો સામનો કરવાની તેમનામાં વર્ષોથી હિંમત છે. તેમણે પોતાના ભૂતકાળના જેલવાસના દિવસોને યાદ કરતા કહ્યું કે ત્યારે પણ તેમણે સંઘર્ષ કર્યો હતો. 6 મહિના પહેલા તેમને કેન્સરની બીમારી થઈ હતી, પરંતુ પ્રજાના અપાર પ્રેમ અને હજારો લોકોએ કરેલા હવન તેમજ હનુમાન ચાલીસાના પાઠ થકી તેઓ સ્વસ્થ થયા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો માણસ મનથી મક્કમ હોય તો ૫૦% રોગ એમ જ મટી જાય છે.તેમણે અસામાજિક અને ગુંડા તત્વોને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી તેમની ગેરહાજરીનો લાભ ઉઠાવીને જે કોઈએ પણ દાદાગીરી કે અસામાજિક પ્રવૃત્તિઓ કરી છે, તેઓ હવે ચેતી જાય. રસ્તે ચાલતા લોકોને મારવા કે મોટરસાયકલ લઈને લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિઓ હવે સાંખી લેવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું કે તેઓ હવે પહેલા કરતા 10 ગણા વધુ જોશથી કામ કરશે. મોરબીમાં શાંતિ ડહોળનારાઓએ આ બધું બંધ કરીને શાંતિથી રહેતા શીખવું પડશે.મોરબીના વિકાસ અંગે વાત કરતા કાંતિલાલ અમૃતિયાએ ખાતરી આપી કે આવતા 5 વર્ષમાં મોરબી જિલ્લાનું સારી રીતે ડેવલપમેન્ટ થશે અને પ્રજાના પૈસાનો દુરુપયોગ નહીં થાય. લોકોના કોઈપણ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે હવેથી તેઓ દર અઠવાડિયે બે દિવસ મોરબી રહેશે તેવી પણ જાહેરાત કરી હતી.ઉમા ટાઉનશિપમાં મંત્રી કાંતિલાલના આગમન બાદ તેમની જન આશીર્વાદ રેલી યોજાશે તે શહેરમાં ફર્યા બાદ બાપાસીતારામ ચોકમાં તેમની જાહેર સભા યોજશે.#Morbi #MorbiUpdate #KantilalAmrutia #MorbiNews #GujaratPolitics #MorbiCity