હોસ્પિટલો, લેબોરેટરી દ્વારા ઘણા સમયથી જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવા છતાં તંત્રના આંખ મીચામણા મોરબી : મોરબીના હોસ્પિટલ ઝોન વિસ્તાર ગણાતા શનાળા રોડ ઉપર આવેલ એક કોપ્લેક્સની પાછળની શેરીમાં જાહેરમાં જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરીને જન આરોગ્ય સામે ગંભીર ચેડાં કરવામાં આવતા હોવાથી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. જો કે આજુબાજુમાં આવેલી હોસ્પિટલો, લેબોરેટરી દ્વારા ઘણા સમયથી જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવા છતાં તંત્ર આંખ મીચામણા કરતું હોવાનો સ્થાનિક વેપારીઓએ બળાપો ઠાલવ્યો છે અને તબીબો અને બુદ્ધિજીવીઓ જ ન સમજતા હોય ત્યારે સામાન્ય પ્રજા ક્યાંથી સમજે તેવા સવાલો ઉઠી રહ્યા છે. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રુદ્ર પ્લાઝા કોમલેક્સ પાછળની શેરીમાં જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં હોસ્પિટલ, લેબોરેટરીમાં વપરાયેલી ઇજકેશન સિરિઝો, દવાનો જથ્થો, પાટા પીંડી સહિતનો મેડિકલ વેસ્ટ કચરાના ઢગલામાં પડ્યો છે. આ બાયો મીડિકલ વેસ્ટ કચરામાં હોવાથી કોઈ અબોલ પશુઓ કચરો સમજીને ખાઈ જાય તો તેના માટે ઘાતક બને તેમ છે. આ મેડિકલ વેસ્ટ જન આરોગ્ય માટે પણ ખતરનાક છે. આ અંગે સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ આ કોમલેક્સની આજુબાજુમાં અનેક હોસ્પિટલો, દવાખાના અને લેબોરેટરીઓ આવેલી છે. એટલે આ વિસ્તાર હોસ્પિટલ ઝોન ગણાય છે. અહીંયા વારંવાર કોઈ હોસ્પિટલ કે લેબોરેટરી દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે ઘણા સમયથી આ ગંભીર સમસ્યા છે. જન આરોગ્ય માટે ખતરારૂપ હોવા છતાં જવાબદારો મનમાની ચાલવીને ગંભીર કૃત્ય આચારે છે. જો કે જવાબદાર તંત્ર સમક્ષ આ બાબતે અનેક રજુઆત કરવા છતાં જવાબદારો સામે નક્કર કાર્યવાહી કરાતી ન હોવાથી વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી તંત્ર આ બાબતને ગંભીર ગણી વહેલાસર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..