મોરબી મુખ્ય પોસ્ટઓફીસ દ્વારા ખેડૂતોને પીએમ કિશાન સહાયનો લાભ લેવા અપીલ મોરબી : પી.એમ. કિશાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં રૂ.2 હજારની રકમ જમા કરવામાં આવી હોવાથી હવેથી રકમ નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ખેડૂતો ઉપાડી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આથી મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ દ્વારા ખેડૂતોને પીએમ કિશાન સહાયનો લાભ લેવા અપીલ કરાઈ છે. પીએમ કિશાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં રૂ.2 હજારની રકમ ગત 9 ઓગસ્ટના રોજ જમા કરવામાં આવી છે. તેથી પોસ્ટ ઓફીસમાં હવે AEPS દ્વારા તમામ ખેડૂત લાભાર્થીઓ તેમની સહાય તેમના કોઈપણ બૅંક ખાતામાંથી ઉપાડી શકશે. આ સુવિધાનો ખેડૂતો કંઈપણ પ્રકારના ચાર્જ વગર નજીકની પોસ્ટ ઓફીસ કે પોસ્ટમેન મારફતે ઘરેબેઠા લાભ લઇ શકશે. AEPS દ્વારા ઉપાડ માટે જરૂરી વિગતો આધાર નંબર, મોબાઈલ નંબર ઓટીપી માટે અને જે બૅંકમાં સહાય જમા થઈ એ બૅંકનું નામ જેવી વિગતો જોઈશે. આથી મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસના પબ્લિક રિલેશન ઓફિસર જે.આર.રાવલે ખેડૂતોને પીએમ કિશાન સહાયનો લાભ લેવા અપીલ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..