મોરબીમાં ઈ-બાઈક તેમજ ઈન્સ્યોરન્સ ક્ષેત્રે જાણીતા એક્ટિવ ગ્રુપ દ્વારા ટંકારા નજીક ખજૂરા હોટલમાં શરૂ કરાયું એક્ટિવ ઈવી ચાર્જિંગ સ્ટેશન મોરબી અને રાજકોટથી નજીક પ્રાઈમ લોકેશન, સંપૂર્ણ કેશલેસ સિસ્ટમ, ફાસ્ટ ચાર્જિંગની 24*7 સુવિધાઓ ઉપલબ્ધ જાણો.. અહીં કેવી રીતે અને કેટલા સમયમાં ચાર્જ થઈ જશે ઇલેક્ટ્રિક કાર? મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઇલેક્ટ્રિક વ્હિકલ ધારકોને હંમેશા એક પ્રશ્ન સતાવતો હોય છે કે રસ્તામાં જરૂર પડ્યે ઇલેક્ટ્રિક વ્હિકલનું ચાર્જિંગ કરવું ક્યાં? પરંતુ હવે ઈવીચાલકોની ચાર્જિંગની આ મૂંઝવણ દૂર થઈ જશે. કારણ કે મોરબીમાં ઈ-બાઈક તેમજ ઈન્સ્યોરન્સ ક્ષેત્રે જાણીતા એક્ટિવ ગ્રુપ દ્વારા નવું સોપાન એક્ટિવ ઈવી ચાર્જિંગ સ્ટેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. એટલે મોરબી-રાજકોટ હાઇવે પર પસાર થતા ઈવીચાલકોને 24 કલાક ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળી રહેશે. હાલ સામાન્ય વર્ગ મોંઘવારીના મારનો સામનો કરી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબતા જાય છે. આવા સમયે ઘણા લોકો ઇલેક્ટ્રિક વ્હિકલ તરફ વળી રહ્યા છે. જો કે ઇલેક્ટ્રિક વ્હિકલ ધારકોને ઇલેક્ટ્રિક વ્હિકલના ચાર્જિંગની સમસ્યાઓ રહેતી હોય છે. ત્યારે તમામ ઇલેક્ટ્રિક ફોર વ્હિલર્સ માટે ચાર્જિંગ સોલ્યુશન સમાન એક્ટિવ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનો શુભારંભ થયો છે. મોરબીમાં ચાર વર્ષથી કાર્યરત ઈ-બાઈક તથા ઈન્સ્યોરન્સ ક્ષેત્રે જાણીતા એક્ટિવ ગ્રુપ દ્વારા મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા પાસે ખજૂરા રેસ્ટોરન્ટ ખાતે એક્ટિવ ઈવી ચાર્જિંગ સ્ટેશનનું લોન્ચિંગ કરવામાં કરાયું છે. અહીંનું ચાર્જિંગ મશીન યુરોપમાં ડિઝાઇન કરેલું અને શ્રીલંકામાં મેન્યુફેકચર કરેલું છે. સામાન્ય રીતે, ઘરે ઇલેક્ટ્રિક વ્હિકલનું ઓવરનાઈટ ચાર્જિંગ કરવું પડતું હોય છે, જ્યારે અહીં ઇલેક્ટ્રિક કારને માત્ર એક કલાકમાં 80થી 85% જેટલી ચાર્જ કરી શકાય છે, જે કાર અંદાજે 200થી 250 કિલોમીટરનું અંતર કાપી શકે છે. અહીં ખાસિયત એ છે કે એક્ટિવ ઈવી ચાર્જિંગ સ્ટેશનને ઈવી કોસ્મોસ કંપની ટેકનિકલ સપોર્ટ આપી રહી છે. ઈવીચાલકોએ ઈવી કોસ્મોસ એપ્લિકેશન પર ઈવીના ચાર્જિંગ માટે રજિસ્ટ્રેશન કરાવી એપ્લિકેશનમાં જ પેમેન્ટ કરવાનું રહેશે એટલે કે સંપૂર્ણ કેશલેસ સિસ્ટમ છે. ઉપરાંત, આ એપ્લિકેશનમાં અન્ય સ્થળોએ આવેલા ઇલેક્ટ્રિક વ્હિકલના ચાર્જિંગ સ્ટેશનના લોકેશન અને અવેલેબિલિટી પણ જાણી શકાશે. અગાઉથી બુકિંગ કરવા માટે ઈવીચાલકોએ સૌ પ્રથમ પ્લે સ્ટોરમાંથી ઈવી કોસ્મોસ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ મશીનનો પિન નંબર નાખવાનો છે. બાદમાં ચાર્જિંગનું ટાઇમ ડ્યુરેશન એડ કરી અંતે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. આ સમગ્ર પ્રોસેસ ચાર્જિંગ મશીન પર ગ્રાફિક્સમાં દર્શાવેલી છે. જેથી, ઈવીચાલકો એક્ટિવ ઈવી ચાર્જિંગ સ્ટેશન ખાતે જઈ સરળતાથી ઓનલાઇન પ્રોસેસ કરી શકશે. આ સાથે એક્ટિવ ઈવી ચાર્જિંગ સ્ટેશન મોરબી-રાજકોટ હાઇવે પર પ્રાઈમ લોકેશન પર આવેલું છે. આથી, મોરબીવાસી અને રાજકોટવાસી ઈવીચાલકો તેનો લાભ મેળવી શકશે. તેમજ એક્ટિવ ઈવી ચાર્જિંગ સ્ટેશન ખજૂરા રેસ્ટોરન્ટ ખાતે આવેલું હોવાથી મુસાફરોને ઇલેક્ટ્રિક વ્હિકલના ચાર્જિંગની સાથે રિફ્રેશમેન્ટનો ફાયદો તો ખરો જ! તો ઇલેક્ટ્રિક વ્હિકલચાલકો એક્ટિવ ઈવી ચાર્જિંગ સ્ટેશનની અચૂક મુલાકાત લો. વધુ વિગત માટે મોબાઈલ નંબર 87801 34800 અથવા 63563 06363 પર સંપર્ક કરી શકાશે.