24 સપ્ટેમ્બરના રોજ મોરબીમાં યોજાશે સરસ્વતી સન્માન સમારોહમોરબી : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 24 સપ્ટેમ્બર ને રવિવારના રોજ મોરબીના વસંત પ્લોટમાં આવેલા લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. મંડળના પ્રમુખ સંદિપભાઈ ખગ્રામે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર છે અને તારીખ પૂર્ણ થયા બાદ કોઈપણના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જેથી જેઓને ફોર્મ ભરવાના બાકી હોય તેઓએ (1) મનોજ ઝેરોક્ષ, કુબેરનાથ મંદિરવાળી શેરી, મોરબી (2) દરીયાલાલ આલુ ભંડાર, નવાડેલા રોડ, મોરબી (3) કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ, નવા બસ સ્ટેન્ડની સામે, મોરબી ખાતે સંપર્ક કરવો. વધુ માહિતી માટે પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ તથા પ્રોજેક્ટ ચેરમેન હાર્દિકભાઈ કાથરાણીનો સંપર્ક કરવા જણાવાયું છે.