મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર હોય મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરી તમામ ધંધાર્થીઓ વેપારીઓને મતદાનના દિવસે તેમના સ્ટાફને સવેતન રજા આપવાની સૂચના આપી છે.મોરબી નગરપાલિકા વિસ્તારના તમામ ધંધાકીય એકમો, ઔદ્યોગિક એકમો, વાણિજ્ય એકમો (દુકાનો/શો-રૂમ) સહિત તમામને મોરબી નગરપાલિકાએ જણાવ્યું છે કે, કાયદા મુજબ લોકસભા ચૂંટણીના દિવસે 7 મે ને મંગળવારના રોજ એકમોમાં કામ કરતા કર્મચારીઓ/રોજમદાર/ કારીગરો/સ્ટાફને સવેતન રજા આપવાની રહેશે અને તેઓના પગારમાંથી આ દિવસને લગતી કોઈપણ પ્રકારની કપાત કરવાની રહેશે નહીં. આ આદેશનો અમલ ન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.